ઇંગ્લેન્ડ સામે ભારત હારતા જ 2011ના વર્લ્ડકપને બધા કરવા લાગ્યા યાદ, કારણ કે…

CricketNext: Get INDIA VS ENGLAND 2019 Cricket Series Latest News & Updates, Live Cricket Scores, Match Report, Blogs & Expert Analysis, Photos and ...

વર્લ્ડકપની 38મી મેચ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઇ. આમ તો આ મેચ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઇ હતી, પરંતુ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની ટીમોની નજર હતી. બધા જ ભારત માટે જીતની દુઆ માંગી રહ્યા હતા. જો કે તેમની દુઆ કબૂલ થઇ નહીં અને ભારતની 31 રનથી હાર થઇ.

જે થવાનું હતું તે થઇ ગયું પરંતુ ભારતની હાર પર નિરાશ થઇ રહ્યા છે તો અમે તમારું દિલ ખુશ થઇ જાય તેવી વાત જણાવીએ. તમને વર્લ્ડકપ 2011 યાદ છે? તમે કહેશો યાદ જ હોય ને. તો આ વર્લ્ડકપમાં 2011ના વર્લ્ડકપ સાથેનું ખાસ કનેકશન સામે આવ્યું છે. તે પણ ગઇકાલની હાર બાદ.


ગઇકાલે આ વર્લ્ડકપના લીગ મુકાબલામાં ભારતની પહેલી હાર થઇ. આની પહેલાં વર્લ્ડકપના લીગ મુકાબલામાં ભારતની છેલ્લી હાર 2011માં જ થઇ હતી. ત્યારબાદ ભારત વર્લ્ડકપ વિજેતા બન્યું હતું.

2011ના વર્લ્ડકપનો ક્વિક રિકેપ
2011ના વર્લ્ડકપની લીગ હરિફાઇમાં બાંગ્લાદેશ, આયરલેન્ડ, નેધરલેન્ડને હરાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાના હાથે ભારતની પહેલી હાર થઇ હતી. જો કે ઇંગ્લેન્ડની સામે મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ લીગ મુકાબલામાં જ વેસ્ટઇન્ડીઝને હરાવ્યા બાદ ભારતીય ટીમ ક્વાર્ટફાઇનરમાં ક્વોલિફાઇ થઇ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને હરાવી સેમીફાઇનલમાં. પછી પાકિસ્તાનને હરાવી ભારતે ફાઇનલની ટિકિટ કપાવી હતી. પછી અંતમાં શ્રીલંકાને હરાવાની વાત કદાચ જ કોઇ ક્રિકેટ ફેન ભૂલી શકે છે.

2015ની વાત કરી લઇએ 
ત્યારપછીના વર્લ્ડકપમાં ભારત મજબૂત ટીમ મનાતી હતી. થયું એવું જ. લીગ મુકાબલામાં એક પણ હાર થઇ નહોતી. પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, યુએઇ, વેસ્ટઇન્ડીઝ, આયરલેન્ડ અને ઝિમ્બાબ્વે ભારતીય ટીમે તમામને હરાવ્યા. પછી ક્વાર્ટરફાઇનલ મેચમાં બાંગ્લાદેશને. પરંતુ આ વખતના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાએ 2011ના વર્લ્ડકપને બદલી નાંખ્યો છે. સેમીફાઇનલમાં ભારતની હાર થઇ અને વર્લ્ડકપના સફરનો અંત આવ્યો.

હવે આ વખતે વર્લ્ડકપમાં પણ ભારત એક પણ લીગ મેચ હાર્યું નહોતું, પંતુ ઇંગ્લેન્ડ સામે હારતા ભારતનો 2011વાળા વર્લ્ડકપ જેવો સીન બની રહ્યો હતો. ભારતને સેમીફાઇનલમાં પ્રેવશ કરવા માટે બાંગ્લાદેશ અને શ્રીલંકામાંથી એક ટીમની સામે જીત મેળવવી જ પડશે. જો કે હાલના ફોર્મને જોતા લાગે છે કે ટીમ આમ કરી લેશે. બાકી નજર સેમીફાઇનલ અને ફાઇનલ પર છે કે શું ઇન્ડિયા 2011 વાળી વાત રિપીટ કરી શકશે.
source:-sandesh.com
ઇંગ્લેન્ડ સામે ભારત હારતા જ 2011ના વર્લ્ડકપને બધા કરવા લાગ્યા યાદ, કારણ કે… ઇંગ્લેન્ડ સામે ભારત હારતા જ 2011ના વર્લ્ડકપને બધા કરવા લાગ્યા યાદ, કારણ કે… Reviewed by allfestivalwallpaper on 11:34 PM Rating: 5

No comments:

Powered by Blogger.